હરિએ દઈ દીધો હરિવટો...
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો ?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો....
મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરીમને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ' ધટો ! '
-રમેશપારેખ -